મડ કરબ ઉછર: તટય મછમર મટ નવ આરથક મરગ
Abstract
ભારતના વિશાળ દરિયાકાંઠા પ્રદેશોમાં મડ ક્રેબ (Scylla spp.) ઉછેર છેલ્લા કેટલાક સમયમાં એક ટકાઉ અને નફાકારક જલકૃષિ વિકલ્પ તરીકે ઝડપથી વિકસ્યો છે. પરંપરાગત માછીમારીમાંથી મળતી ઘટતી આવક અને વૈશ્વિક સ્તરે વધતી “લાઈવ સમુદ્રી ફૂડ”ની માંગના કારણે મડ ક્રેબ ઉછેર ખાસ કરીને તટીય માછીમારો અને નાના ઉદ્યોગસાહસિકો માટે નવા આર્થિક માર્ગ તરીકે ઉભરી આવ્યો છે. Scylla serrata, Scylla olivacea અને Scylla tranquebarica જેવી મુખ્ય પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે ખારાશ અને તાપમાનના ફેરફારોમાં જીવિત રહી શકે છે. મડ ક્રેબનું વૈજ્ઞાનિક આધારિત ઉછેર હેચરી ટેકનોલોજી, પાણીની ગુણવત્તા નિયંત્રણ, ખોરાક સંચાલન અને રોગ નિવારણ પદ્ધતિઓ પર આધારિત છે. આ ઉદ્યોગ ખારાપાણી ધરાવતાં અવ્યવહારીક તટીય વિસ્તારોનો અસરકારક ઉપયોગ કરીને પર્યાવરણમૈત્રી ઉત્પાદન પૂરુ પાડે છે, તેમજ મેન્ગ્રોવ રક્ષણ, બ્લૂ ઇકોનોમીમાં યોગદાન અને સ્થાનિક રોજગારી વધારવામાં મદદરૂપ થાય છે. યોગ્ય ટેક્નોલોજી અને તાલીમ સાથે, મડ ક્રેબ ઉછેર ગ્રામ્ય અને તટીય સમુદાયોમાં ટકાઉ આર્થિક ઉન્નતિ માટે એક વૈજ્ઞાનિક રીતે વિશ્વસનીય માર્ગ રજૂ કરે છે.
Fields of Study & Subjects
Phytochemical compounds biological activities
Calcium Carbonate Crystallization and Inhibition
Marine and coastal plant biology
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 8 January 2026