કનઈન ડસટમપર" – શવનમ જવ મળત ગભર વઈરલ રગ

Read full text
Authors: ડો. ચિત્રા ચૌહાણ, ડો. વૃષ્ટિ પટેલ, ડો. અદિતિ પટેલ, ડો. દ્રષ્ટિ પટેલ*, ડો. પાયલ રાણે અને ડો. સી. એમ. ભાડેસિયા
Cited by: 0

Abstract

મનુષ્ય વર્ષોથી પશુ-પક્ષી અને પ્રાણીઓની વિભિન્ન પ્રજાતિઓને પાલતું તરીકે અથવા અન્ય કામગીરી અર્થે રાખવાનો આગ્રહ રાખતો આવ્યો છે કે જેમાં શ્વાન (કુતરા) “મનુષ્યના શ્રેષ્ઠ મિત્ર” (Men’s Best Friend) તરીકે ઓળખાય છે. પાલતું જાનવર તરીકે રાખી શકાય તેવી શ્વાનની ઘણી બધી ઓલાદો/બ્રીડ છે જેમાં લેબ્રાડોર રીટ્રાઈવર, જર્મન શેફર્ડ, ડોબરમેન, સ્પીત્ઝ, પોમેરેનિયન, પગ, ગોલ્ડન રીટ્રાઈવર વગેરેનો સમાવેશ થાય છે. આજના યુગમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાજનો વિવિધ પ્રકારના શ્વાન રાખતા હોય છે અને આવા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ઘણી વખત દેશી પ્રજાતિના શ્વાનને પાલતું તરીકે રાખે છે. ઘણી વખત સેવાભાવી અને સંવેદનશીલ લોકો મુક્ત રીતે વિચરતા શ્વાનને ખોરાક આપતા હોય છે અને જરૂર જણાયે બીમાર અને અનાથ શ્વાનને સારવાર માટે નજીકના પશુચિકિત્સાલય પર લઈ જતાં હોય છે. ઘણા શહેરોમાં સરકારી અને બિનસરકારી સંસ્થાઓ આવા શ્વાનની સારવાર માટે વર્ષોથી ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહી છે.

Fields of Study & Subjects

Virology and Viral Diseases Animal Virus Infections Studies Veterinary Medicine and Surgery

Publication details

Journal / source
Zenodo (CERN European Organization for Nuclear Research)
Publication date
10 January 2026