પચગવય: જવક ખતન જવત અમત
Abstract
જૈવિક ખેતી એ એક વ્યાપક ઉત્પાદન વ્યવસ્થાપન પ્રણાલી છે જે જૈવવિવિધતા, માટીની જૈવિક પ્રવૃત્તિ અને જૈવિક ચક્ર સહિત કૃષિ-ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તે વ્યવસ્થાપન પદ્ધતિઓ ના ઉપયોગને મહત્વ આપે છે, ખાસ કરીને પ્રાદેશિક પરિસ્થિતિઓમાં સ્થાનિક રીતે અનુકૂલિત પ્રણાલીઓની જરૂર હોય છે તે ધ્યાનમાં લેતા પંચગવ્ય એ ગાયના પાંચ ઉત્પાદનોથી બનેલી એક ખાસ તૈયારી છે, જે મુખ્યત્વે ગાયની પાંચ જુદી જુદી વસ્તુઓ જેવી કે ગાયનું છાણ , ગૌમૂત્ર , દૂધ , ઘી ,દહીં અને બીજી અન્ય વસ્તુઓથી નિર્મિત છે. જેમાં કેટલાક અન્ય ઘટકો સાથે, વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની અને છોડ પ્રણાલીમાં રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરવાની ક્ષમતા છે. પંચગવ્યમાં ઘણા ખનીજો જેવા કે મેક્રોન્યુટ્રિઅન્ટ્સ નાઇટ્રોજન, ફોસ્ફરસ,પોટેશિયમ અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ, કે જે છોડના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે જેવા કે એમિનો એસિડ, વિટામિન્સ,વૃદ્ધિ અંત:સ્ત્રાવ જેમ કે ઑકઝીન, જીબ્રેલીન્સ અને બીજા ઘણા સૂક્ષ્મ જીવો જેવા કે પ્સુડોમોનાસ ,એઝોટોબેક્ટર અને ફોસ્ફર બેક્ટેરિયા વગેરે થી નિર્મિત છે.
Fields of Study & Subjects
Plant and soil sciences
Organic Food and Agriculture
Plant Growth and Agriculture Techniques
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 29 January 2026