ભરતય નતકત, મલય અન કશલય શકષકન વયવસયક વકસ
Abstract
ભારતીય શિક્ષણ પરંપરામાં શિક્ષકને જ્ઞાનનો પ્રસારક માત્ર નહીં પરંતુ નૈતિક માર્ગદર્શક, સંસ્કાર દાતા અને સમાજનિર્માતા તરીકે માનવામાં આવ્યો છે. આજના વૈશ્વિકીકરણ, ડિજિટલ ક્રાંતિ અને બજારવાદી દબાણોથી ભરેલા સમયમાં શિક્ષકોનો વ્યવસાયિક વિકાસ માત્ર વિષયજ્ઞાન, ટેકનિકલ કૌશલ્ય અથવા કારકિર્દી પ્રગતિ સુધી સીમિત રહી શકતો નથી. તેમાં ભારતીય નૈતિકતા, સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક કૌશલ્યોનો સંકલિત વિકાસ આવશ્યક છે. આ શોધપત્રનો હેતુ ભારતીય નૈતિક વિચારધારા, પરંપરાગત મૂલ્યો અને સમકાલીન કૌશલ્યો શિક્ષકોના વ્યવસાયિક વિકાસમાં કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે તે દર્શાવવાનો છે. ગુણાત્મક સંશોધન પદ્ધતિ હેઠળ સાહિત્ય સમીક્ષા, નીતિ દસ્તાવેજો (ખાસ કરીને NEP 2020) અને સમકાલીન સંશોધનોના આધારે આ અભ્યાસ કરવામાં આવ્યો છે. અભ્યાસના નિષ્કર્ષો દર્શાવે છે કે મૂલ્યઆધારિત અને નૈતિક અભિગમ ધરાવતા શિક્ષકો શિક્ષણની ગુણવત્તા વધારવામાં, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં અને સમાજના નૈતિક સ્તર ઉન્નત કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
Fields of Study & Subjects
Values and Moral Education
Teacher Education and Leadership Studies
Education
Philosophy
and Society
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 28 February 2026
- Language
- GU