મહરષ વલમક 'રમયણ' મ શકષણ પરણલ: સદરભ
Abstract
મહર્ષિ વાલ્મીકિ ‘રામાયણ’માં શિક્ષણ પ્રણાલી : ‘રામાયણ’ અને ‘માહાભારત’ એ પ્રાચીન શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અક્ષરજ્ઞાન મેળવવાનો નહોતો, પરંતુ 'સા વિદ્યા યા વિમુક્તયે' (વિદ્યા તે છે જે મુક્તિ અપાવે) ના સિદ્ધાંત પર આધારિત હતો. તે સમયે શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસ—શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉન્નતિ પર કેન્દ્રિત હતું. ગુરુકુળ પરંપરા શિક્ષણનું કેન્દ્ર ‘ગુરુકુળ’ હતું. રાજકુમારો હોય કે સામાન્ય વિદ્યાર્થીઓ, તમામને ઋષિમુનિઓના આશ્રમમાં જઈને કઠોર શિસ્તનું પાલન કરવું પડતું. રઘુકુળના ગુરુ વસિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્ર જેવા મહાન ગુરુઓના માર્ગદર્શન હેઠળ રામ અને તેમના ભાતૃઓએ શિક્ષણ મેળવ્યું હતું, જે દર્શાવે છે કે શિક્ષણમાં ગુરુનું સ્થાન સર્વોપરી હતું. બહુઆયામી અભ્યાસક્રમ રામાયણકાલીન શિક્ષણ પ્રણાલીમાં વેદ-વેદાંગોના જ્ઞાનની સાથે સાથે ધનુર્વિદ્યા (શસ્ત્રવિદ્યા), અર્થશાસ્ત્ર, રાજનીતિ અને નીતિશાસ્ત્રનું શિક્ષણ અનિવાર્ય હતું. કૌશલ્યા નંદન રામ ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓમાં નિપુણ હતા, જે તે સમયની વ્યાપક શિક્ષણ પ્રણાલીનો પુરાવો છે.
Fields of Study & Subjects
Indian and Buddhist Studies
Cultural and Mythological Studies
Education and Cultural Studies
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 28 February 2026