NEP 2020 અન સસકત શકષણ: ભરતય જઞન પરણલન શકષણક અભગમ

Read full text
Authors: કલ્પનાકુમારી દલુભાઈ પટેલ
Cited by: 0

Abstract

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP 2020) ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે, જેમાં ભારતીય જ્ઞાન પરંપરા, ભાષાઓ અને સંસ્કૃતિને શિક્ષણ સાથે સંકલિત કરવાની દિશામાં વિશેષ ભાર મુકાયો છે. આ નીતિમાં સંસ્કૃત ભાષાને ભારતીય જ્ઞાનપ્રણાલીની મુખ્ય કડી તરીકે સ્વીકારી તેને આધુનિક શિક્ષણ સાથે જોડવાની દૃષ્ટિ અપનાવવામાં આવી છે. સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નહીં પરંતુ તત્વજ્ઞાન, વિજ્ઞાન, સાહિત્ય, આયુર્વેદ, ગણિત અને નૈતિક મૂલ્યોનો સમૃદ્ધ ભંડાર ધરાવે છે. NEP 2020 દ્વારા સંસ્કૃત શિક્ષણને સરળ, સર્વસુલભ અને વ્યવહારુ બનાવવાના પ્રયાસો થકી વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરાની ઊંડાણપૂર્ણ સમજ પ્રાપ્ત થાય છે. આ પરિપ્રેક્ષ્યમાં સંસ્કૃત શિક્ષણ અને ભારતીય જ્ઞાન પ્રણાલીને આધુનિક શૈક્ષણિક માળખા સાથે સંકલિત કરવાનું મહત્વ વિશેષ રીતે ઉદ્ભવે છે.

Fields of Study & Subjects

Education and Cultural Studies Education Pedagogy and Practices Indigenous Cultures and Socio-Education

Publication details

Journal / source
Zenodo (CERN European Organization for Nuclear Research)
Publication date
28 February 2026