ગજરતન "ડગ" જલલમ ભરતય જઞન પરપર મજબ કષ
Abstract
ભારતીય જ્ઞાન પરંપરામાં કૃષિને માત્ર આજીવિકાનું સાધન નહીં, પરંતુ એક 'પવિત્ર યજ્ઞ' અને જીવન જીવવાની કળા માનવામાં આવી છે. આપણી સંસ્કૃતિમાં "કૃષિ" નો અર્થ ખેડવું અથવા આકર્ષિત કરવું એવો થાય છે. ભારતના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદમાં પણ ખેતી માટે હળનો ઉપયોગ, સિંચાઈ અને બીજની પસંદગીના મંત્રો છે. તેમાં ક્ષેત્રપતિ (ખેતરના દેવતા) ની સ્તુતિ કરવામાં આવી છે. “કૃષિ પરાશર” નામના ગ્રંથને ભારતીય કૃષિનો સૌથી અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. તેમાં વરસાદની આગાહી, બીજ સંગ્રહ અને ખેતીના ઓજારો વિશે વિગતવાર માહિતી છે. વરાહમિહિરના “બૃહત્સંહિતા” નામના ગ્રંથમાં જમીનની અંદર પાણીના સ્ત્રોત શોધવાની કળા (ગર્ભજળ વિદ્યા) અને વૃક્ષ આયુર્વેદ વિશે ચર્ચા કરવામાં આવી છે. રાસાયણિક ખાતરોને બદલે ગાયના છાણ (ગોબર) અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાની પરંપરા સદીઓ જૂની છે. ગાયને ખેતીનો આધાર માનવામાં આવી છે. નક્ષત્રો અને ગ્રહોની સ્થિતિ મુજબ ક્યારે વાવણી કરવી તેનું ચોક્કસ ગણિત ભારતીય ખેડૂતો પાસે હતું.
Fields of Study & Subjects
Indigenous Knowledge Systems and Agriculture
Agricultural Economics and Practices
Agriculture and Biological Studies
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 28 February 2026