ગાંધીજી અને ડો.આંબેડકરની દલિતલક્ષી પત્રકારત્વનું તુલનાત્મક વિશ્લેષણ

Read full text
Authors: Dhirenkumar K. Makwana, Dr. Kanti Thesia
Cited by: 0

Abstract

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના બે પ્રમુખ ચહેરા એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બંધારણના ઘડવૈયા ડો.બી.આર. આંબેડકરે દેશવાસીઓ સુધી પોતાના વિચારો પહોંચાડવા પત્રકારત્વના માધ્યમ ઉપયોગ કર્યો હતો.ગાંધીજીએ તેમના જીવનકાળના 79 વર્ષમાંથી 40 વર્ષ જયારે ડો.આંબેડકરે તેમના જીવનકાળના 65 વર્ષમાંથી 36 વર્ષ સુધી પત્રકારત્વ કર્યું હતું. તેમના પત્રકારત્વના વિવિધ પાસાઓમાં એક છે દલિત પત્રકારત્વ.દેશના ઇતિહાસમાં જેમની મહાપુરુષોમાં ગણના થાય તેવા આ બંનેના દલિત પત્રકારત્વમાં તેમના વિચારો, દ્રષ્ટિકોણ, પદ્ધતિઓ અને વિવિધ મુદ્દાઓ પ્રત્યેના અભિગમમાં નોંધપાત્ર સમાનતા અને ભિન્નતા હતી.આ સમાનતા અને ભિન્નતાઓને સમજવીએ દલિત પત્રકારિતાના વિકાસ અને ભારતીય સમાજ પર તેમની અસરને સમજવા માટે અનિવાર્ય હોય આ તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Fields of Study & Subjects

Media Journalism and Communication History Journalism and Media Studies News Media Framing and Political Communication

Publication details

Publication date
15 February 2026
Language
GU